જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઓપરેશન ડિમોલિશન, દબાણો પર પણ ચાલ્યું તંત્રનું બુલડોઝર

જૂનાગઢ: જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઓપરેશન ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરની અલગ અલગ જગ્યાએ 6 જેટલા ધાર્મિક દબાણ દૂર કરાયા છે. મનપા દ્વારા આખી રાત ડિમોલિશનની કામગીરી ચાલી હતી. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા હતા. અગાઉ મનપા દ્વારા દબાણ દૂર કરવાની નોટિસ અપાઈ હતી.
જૂનાગઢ મનપાએ મેગા ડિમોલિશન હાથ ધર્યું છે. જેમાં ધાર્મિક સહિત અસામાજિક ત્તત્વોના દબાણો દૂર કરાયા છે. શહેરના વિવિધ વિસ્તારના 6 ધાર્મિક દબાણો દૂર કરાયા હતા. વિકાસનાકામોને અડચણરૂપ ધાર્મિક સ્થાનો હતા. આ કાર્યવાહી અગાઉ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પુરાવો રજૂ કરવા માટે તક આપવામાં આવી હતી. પુરાવો રજૂ ન કરતા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અસામાજિક તત્વો દ્વારા થયેલા દબાણો પર પણ તંત્રનું બુલડોઝર ચાલ્યું હતું.