કેશોદના ખીરસરા ઘેડ ગામે ફૂડ પોઇઝનિંગ, 11 બાળકોને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યાં

જૂનાગઢઃ કેશોદ તાલુકાના ખીરસરા ઘેડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જ તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી.
એકસાથે 11 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. મળતી માહિતી પ્રમાણે, ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલા જમણવાર બાદ અસર થઈ હતી. ત્યારે તાત્કાલિક બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
તેમાંથી 7 બાળકોને કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. તો 4 બાળકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આરોગ્ય વિભાગે અન્ય બાળકોનું સ્કેનિંગ કરી વધુ તપાસ હાથ ધરી છે.