જૂનાગઢ: ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ, ભારે પવનના કારણે લેવાયો નિર્ણય
Junagadh: ગિરનાર પર્વત પરની રોપ-વે સર્વિસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ કરવામાં આવી છે.રોપ-વે ઓથોરિટીએ આ નિર્ણય પ્રવાસીઓના હિતને ધ્યાનમાં રાખીને લીધો છે. રાજ્યમાં ઠંડીનું જોર સતત વધી રહ્યું છે, સાથે-સાથે ભારે પવનો પણ ફૂંકાઇ રહ્યાં છે.
મળતી માહિતી અનુસાર ગિરનાર પર્વત પર ચાલુ રોપ-વે સર્વિસને બંધ કરવામાં આવી છે. ભારે પવનના કારણે રોપ-વે સેવા પર અસર થઈ છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પવનની ગતિ સ્થિર થતાં રોપ-વે ફરી રાબેતા મુજબ શરૂ કરનામાં આવશે.
આ પણ વાંચો: બોપલ કનકપુરા જ્વેલર્સમાં થયેલી લૂંટમાં 4 આરોપી સકંજામાં… અમદાવાદ ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા