સોરઠમાં યોજાશે વિદ્યા, તક અને ભવિષ્યનો અનોખો ત્રિવેણી સંગમ – EduFest 2025

જૂનાગઢઃ સોરઠની ધરતી પર યોજાવવા જઈ રહ્યો છે એક એવો એજ્યુકેશન એક્સપો કે જ્યાં વિદ્યા, તક અને ભવિષ્ય ભેગા થશે. ગુજરાતી ન્યૂઝ ચેનલ ન્યૂઝ કેપિટલ ગુજરાત ‘EduFest 2025’ નામનો એક એક્સ્પો યોજવા જઈ રહી છે.
આ EduFest 2025માં વિદ્યાર્થીઓને એક અનોખું પ્લેટફોર્મ મળી રહેશે. જેમાં ટોચની યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરવાનો અવસર મળશે.
આ EduFest 2025માં દેશભરની ટોપ યુનિવર્સિટીઓ અને કોલેજો ભાગ લેશે. જેમાં લાઇવ કાઉન્સેલિંગ સેશન પણ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના કોર્ષ સહિત સ્કોલરશિપ અંગેની વિગતો પણ વિદ્યાર્થીઓને અહીં મળી રહેશે. વિદ્યાર્થીઓને કે વાલીઓને કોઈપણ પ્રકારના પ્રશ્નો મૂંઝવતા હશે તે દરેક પ્રશ્નનો જવાબ તેમને અહીં માર્ગદર્શનમાં મળી રહેશે.
આ એક્સપોમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી હજારો વિદ્યાર્થીઓ આવવાના છે. જેમાં તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય શૈક્ષણિક દિશા અને અવસરોની જાણકારી આપવામાં આવશે. ટૂંક સમયમાં આ એક્સપોની તારીખ જાહેર કરવામાં આવશે.