જૂનાગઢ સહિત 3 જિલ્લાના 196 ગામમાં ઇકોઝોનનો પતંગ ચગાવીને અનોખો વિરોધ
સાગર ઠાકર, જૂનાગઢઃ જિલ્લા સહિત ત્રણ જિલ્લાના 196 ગામોમાં ઈકો સેન્સેટીવ ઝોનનો વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે મકરસંક્રાંતિના પર્વમાં પણ ઈકો સેન્સેટીવ ઝોનનો વિરોધ જોવા મળ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ ઈકો સેન્સેટીવ ઝોનનો વિરોધ પતંગ ચગાવીને કર્યો હતો. ખેડૂતો માગ કરી રહ્યા છે કે, ઈકો ઝોન હટાવવામાં આવે. આ અંગે અગાઉ પણ ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.
મકરસંક્રાંતિ પર્વમાં પતંગ સાથે ઈકો ઝોનનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ઈકો ઝોન હટાવવાની ખેડૂતોએ માગ કરી હતી. ખેડૂતોના મતે ખેડૂતો થકી જ સિંહો સુરક્ષિત છે, ત્યારે ઈકો ઝોન હટાવવાની માગ સાથે પતંગ ચગાવીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.