January 8, 2025

દલિત આગેવાન રાજુ સોલંકીની પત્ની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, મહિલાની ધરપકડનો પહેલો કેસ

જૂનાગઢઃ દલિત આગેવાન રાજુ સોલંકીના પત્ની સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રાજુ સોલંકીના પત્ની હંસાબેન સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજસીટોક હેઠળ મહિલાની ધરપકડનો આ પ્રથમ કિસ્સો છે. તેના પતિ રાજુ સોલંકી પણ ગુજસીટોક હેઠળ જેલમાં છે.

રાજુ સોલંકીની ધરપકડ બાદ તેમના પત્ની તેની ગેરકાયદેસર કામગીરીની કમાન સંભાળતા હતા. ત્યારે થોડા દિવસ પહેલા હંસાબેન સોલંકી વિરૂદ્ધ ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ ખનીજ ચોરીની ફરીયાદ નોંધાઈ હતી. આ મામલે જૂનાગઢ પોલીસે હંસાબેન સોલંકી તથા અન્ય એક શખ્સની ધરપકડ કરી છે. ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે.