જુવારની રોટલી ખાઈ ખાઈને કંટાળી ગયો છો તો આ રીતે બનાવો ઢોસા, વજન તો બિલકુલ નહીં વધે

Jowar Dosa: જુવાર રોટલી ખાઈને કંટાળી ગયા છો? તો હવે બદલો તમારા બ્રેકફાસ્ટને હેલ્ધી અને ટેસ્ટી જુવારના ઢોસા સાથે. આ ઢોસા હલકા અને પાચનતંત્ર માટે પણ સારા છે. આ તમારા વધતા વજન પર પણ કાબૂ રાખશે. રોટલીની જગ્યા પર તમે આ જુવારને ખાઈ શકો છો. આવો જાણીએ કેવી રીતે બનાવશો આ ઢોસા.
જુવાર ઢોસા બનાવવા માટેની સામગ્રી
ડુંગળી, પાણી, સમારેલી કોથમીર, મરચાં, જીરું, મીઠો લીમડો , જુવારનો લોટ, ચોખાનો લોટ, સોજી, છીણેલું ગાજર, મીઠું.
જુવાર ઢોસા બનાવવાની રીત
જુવારનો લોટ તમારે લેવાનો રહેશે. આ પછી તમારે તેમા રવો મિક્સ કરવાનો રહેશે. આ પછી તમારે તેમાં ડુંગળી, ગાજર, કોથમીર, લીલા મરચાં, જીરું, મિઠા લીમડાના પાદંડા નાંખવાના રહેશે. આ તમામને સારી રીતે મિક્સ કરી દો. આ તમામને મિક્સ કરીને 10-15 મિનિટ માટે રાખી દો. ગરમ તવા પર તેલ નાંખો ઢોસા મધ્યમ તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
આ પણ વાંચો: પાકિસ્તાન સેમિફાઇનલમાંથી બહાર થતાં જ PCB સામે ઉભી થઈ આ મોટી સમસ્યા
ચટણી માટે સામગ્રી:
ધાણાજીરું, આમલીનો ટુકડો, નારિયેળ, લીલા મરચાં, આદુ, શેકેલા ચણા, સ્વાદ પ્રમાણે મીઠું.
ચટણી બનાવવાની રીત
એક મિક્સર જારમાં નાળિયેર, લીલા મરચાં, આદુ, શેકેલા ચણા, ધાણાજીરું, આમલીનો ટુકડો અને મીઠું ઉમેરો. આ પછી તમામને પીસી લો. હવે તમારે મીઠો લીમડો અને સૂકા લાલ મરચાં ઉમેરો. હવે તમારે તેમાં વઘાર નાંખવાનો રહેશે. ગરમાગરમ જુવાર ઢોસા સર્વ કરો અને પેટભરીને ખાવ. કારણ કે તેનાથી તમારું વજન વધવાનું નથી.