વરિષ્ઠ પત્રકાર મહેશ લાંગાની ધરપડ મામલે મોટો ખુલાસો, હવે ED તપાસ કરશે
અમદાવાદઃ વરિષ્ઠ પત્રકાર મહેશ લાંગાની ધરપડ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. હવે આ મામલે EDએ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન કેટલાક ટેક્નિકલ અને એનાલિસિસ બાદ વધુ પુરાવા હાથ લાગ્યા હતા. તેને આધારે EDએ કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે સરકારી અધિકારીઓ સાથે મિલીભગતનો આરોપ લગાવવામાં આવ્યો છએ. સરકારી અધિકારીઓને ઈડી સમન્સ આપે તેવી સંભાવના છે. અત્યારે સાબરમતી જેલમાં બંધ છે.
GST વિભાગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ આપી હતી. તેના આધારે પોલીસે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા અને મહેશ લાંગા સહિતના અનેક લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી હતી. આ કેસમાં કુલ 13 ફર્મ અને તેના પ્રોપરાઇટર્સ વિરુદ્ધ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફ્રોડ માટે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ સાથે મળી ગુનાહિત ષડ્યંત્ર રચીને બનાવટી બિલિંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી રજૂઆત દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને દેશની કરોડોની આવકને નુકસાન પહોંચાડ્યું હોવાના મામલે તપાસ ચાલી રહી છે.