ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ તો વિરાટ-સૂર્યાને પણ છોડી દીધા પાછળ, ફટકારી તોફાની સદી!
Fastest T20 Hundred: ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડ વચ્ચે બીજી T20 મેચ 6 સપ્ટેમ્બરના રોજ રમાણી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે સ્કોરબોર્ડ પર 196 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયન ટીમની શાનદાર બેટિંગ જોવા મળી હતી. હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે જોશ ઈંગ્લિસે કોહલી, સૂર્યકુમાર યાદવ અને ગ્લેન મેક્સવેલ જેવા બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે.
ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન
વિકેટકીપર બેટ્સમેન જોશ ઈંગ્લિસની તોફાની સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. હવે 43 બોલમાં સદી પૂરી કરીને ઓસ્ટ્રેલિયા માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. 43 બોલમાં પોતાની સદી પૂરી કરી અને 49 બોલની ઈનિંગમાં 103 રન બનાવ્યા હતા. આ વિસ્ફોટક ઇનિંગમાં તેણે માત્ર 7 ચોગ્ગા અને 7 છગ્ગા જ ફટકાર્યા હતા. સૂર્યાના નામે T20 ક્રિકેટમાં ચાર સદી છે, પરંતુ તેની સૌથી ઝડપી સદી 45 બોલમાં આવી, જે તેણે 2023માં શ્રીલંકા સામે ફટકારી હતી.
આ પણ વાંચો; હેટમાયરની હિટિંગે હિસ્ટ્રી બનાવી, એક મેચમાં 42 સિક્સરથી શિખર જેવડી સિદ્ધિ
રોહિત શર્મા હજુ ઘણો આગળ
ભારત માટે સૌથી ઝડપી T20 સદીમાં રોહિત શર્માનાનું નામ મોખરે છે. રોહિત શર્માએ વર્ષ 2017માં શ્રીલંકા સામેની મેચમાં માત્ર 35 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. રોહિતે 43 બોલમાં 118 રનની ઈનિંગ રમી હતી. જેમાં તેણે 10 સિક્સર અને 12 ફોર મારી હતી.