December 17, 2024

જો બાઈડેને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, ભારતને ‘ઝેનોફોબિક’ દેશ કહ્યો…

Joe Biden Controversial Statement : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ચીન, રશિયાની સાથે સાથે ભારત વિરુદ્ધ પણ ખોટા નિવેદનો આપ્યા છે, જેના પર તે હવે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. હકિકતે, જો બાઇડેને ભારત, ચીન, રશિયા અને જાપાનને ઝેનોફોબિક દેશો ગણાવ્યા. જેઓ બહારના લોકોને ધિક્કારે છે તેમને ઝેનોફોબિક કહેવામાં આવે છે. એટલે કે, બાઇડેને ભારતને એવો દેશ ગણાવ્યો છે જે અન્ય દેશોના લોકોને નફરત કરે છે. આ નિવેદન બાદ જો બાઇડેનની નિંદા થઈ રહી છે. બાઇડેને કહ્યું કે ઝેનોફોબિયાના કારણે ચીન, જાપાન અને ભારતમાં વિકાસ ધીમો છે. તેમનું માનવું છે કે માઈગ્રેશન અમેરિકન અર્થતંત્ર માટે સારું રહ્યું છે, પરંતુ આ દેશો ઝેનોફોબિયાની લાગણીને કારણે માઈગ્રેશનના નામથી ડરે છે.

આ પણ વાંચો: કોંગ્રેસે આતંકવાદીઓને બચાવ્યાં, અનામત છીનવી મુસ્લિમને આપવાનો એજન્ડા: જામનગરમાં PM મોદી

‘ભારત જેવા દેશો ઇમિગ્રન્ટ્સને બોજ માને છે’
નોંધનીય છે કે, આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે. બાઇડેન ચૂંટણી રેલીઓને પણ સંબોધિત કરી રહ્યા છે. બુધવારે, બાઇડેન એશિયન અને અન્ય બિન-અમેરિકન મૂળના લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઈમિગ્રન્ટ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો. બાઇડેને કહ્યું કે આપણી અર્થવ્યવસ્થાના વિકાસનું એક કારણ તમારા જેવા ઘણા લોકો છે. અમે ઇમિગ્રન્ટ્સને આવકારીએ છીએ, પરંતુ ઘણા દેશો ઇમિગ્રન્ટ્સને બોજ માને છે. આજે ચીન શા માટે આટલી ખરાબ રીતે આર્થિક રીતે સ્થિર છે, શા માટે જાપાનને સમસ્યા છે, શા માટે રશિયાને સમસ્યાઓ છે, શા માટે ભારતનો વિકાસ નથી થઈ રહ્યો, કારણ કે તેઓ ઝેનોફોબિક છે. તેઓ ઇમિગ્રન્ટ્સ ઇચ્છતા નથી, પરંતુ સત્ય એ છે કે ઇમિગ્રન્ટ્સ આપણને મજબૂત બનાવે છે.

આ પણ વાંચો: ચીનમાં ભારે વરસાદના કારણે હાઈવે તૂટી પડ્યો, 36 લોકોના મોત

અમેરિકામાં નવેમ્બરમાં ચૂંટણી છે
આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પહેલા સ્થળાંતર એક મોટો મુદ્દો બની ગયો છે. રિપબ્લિક પાર્ટી પણ આ મુદ્દો ઉઠાવી રહી છે. બીજી બાજુ, ડેમોક્રેટિક બાઇડેન પણ આ વિશે વાત કરી રહ્યા છે. બાઇડેને ડોનાલ્ડ ટ્રમ્પના ઇમિગ્રન્ટ વિરોધી નિવેદનની પણ નિંદા કરી છે. બાઇડેને કહ્યું કે, ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીનું કારણ નથી, તેઓ આપણી અર્થવ્યવસ્થાનો મહત્વનો ભાગ છે.