January 5, 2025

Jammu Kashmir: કુલગામમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, 8 આતંકી ઠાર બે જવાન શહીદ

ફાઇલ ફોટો

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ 8 આતંકીઓને ઠાર કર્યા હતા. આ અથડામણમાં બે જવાન પણ શહીદ થયા હતા. શનિવારે સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓએ માહિતી આપી હતી કે આ અથડામણમાં ઓછામાં ઓછા 8 આતંકવાદીઓ માર્યા ગયા છે અને બે જવાન શહીદ થયા છે. જિલ્લામાં બે સ્થળોએ એન્કાઉન્ટર થયા હતા. એક ઓપરેશન ચિન્નીગામ ફ્રિસલ અને મોદરગામ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.

અધિકારીએ માહિતી આપી હતી
અધિકારીઓએ જણાવ્યું કે કુલગામના ફ્રિસલ ચિન્નીગામ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ત્યારે આતંકવાદીઓ સાથે અથડામણ થઈ. તેમણે કહ્યું કે એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે એન્કાઉન્ટર સ્થળના ડ્રોન ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમણે એન્કાઉન્ટર સ્થળની મુલાકાત લીધી હતી. બિરધીએ જણાવ્યું હતું કે અભિયાન ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, કેટલાક મૃતદેહો (આતંકવાદીઓના) જોવામાં આવ્યા છે. પરંતુ એન્કાઉન્ટર હજુ સમાપ્ત થયું નથી. બિરધીએ કહ્યું કે એન્કાઉન્ટર સ્થળ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવેની નજીક નથી પરંતુ જિલ્લાના આંતરિક વિસ્તારોમાં છે.

આ પણ વાંચો: માત્ર 6 દિવસ… આખરે આટલી જલદી કેમ અદ્રશ્ય થઈ ગયા બાબા બર્ફાની?

વિસ્તારોમાં ચુસ્ત ઘેરો
શનિવારથી કુલગામમાં આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. શનિવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયો હતો. કુલગામના મુદરગામ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જવાનને પહેલા ઈજા થઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. રવિવારે સતત બીજા દિવસે પણ આ વિસ્તારમાં ઓપરેશન ચાલુ છે. આ વિસ્તારમાં ત્રણથી ચાર આતંકીઓ છુપાયા હોવાની માહિતી છે. ભારતીય સેનાના જવાનો સતત આતંકવાદીઓને શોધવામાં વ્યસ્ત છે. ઝુંબેશના ભાગ રૂપે સમગ્ર વિસ્તારને ચુસ્તપણે કોર્ડન કરવામાં આવ્યો છે અને સામાન્ય નાગરિકોને આ સ્થળે પહોંચવા દેવામાં આવતા નથી.