J&K: આતંકી હુમલામાં 16 લોકોના મોતની પુષ્ટિ, સુરતના 1 વ્યક્તિનું મોત

Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં 26 જેટલા લોકોના મોત થયા છે. આ 26 લોકોમાંથી 25 પ્રવાસી છે અને એક સ્થાનિક નાગરિક છે. આતંકવાદીઓએ પ્રવાસીઓ પર 50થી વધુ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.
પહલગામ આતંકી હુમલામાં ભાવનગરના વિનુ ડાભી ઘાયલ.
પહલગામમાં ભાવનગરના 2 લોકો હજુ ગાયબ.
મોરારી બાપુની કથામાં હાજરી આપવા ગયા હતા.#PahalgamTerrorAttack | #AttackOnTourist | @AmitShah | @rajnathsingh | #મોરારી_બાપુની_કથા
Report: @goghari_s53458
Anchor : @juhipandya1 pic.twitter.com/loDhJgQfsv— NewsCapital Gujarat (@NewsCapitalGJ) April 22, 2025
આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 16 લોકોના મોતની પુષ્ટિ થઇ ચૂકી છે. આતંકીઓએ કરેલા અંધાધૂધ ગોળીબારમાં ગુજરાતના સુરત શહેરના હિંમતભાઇ મોતને ભેટ્યા છે. ભાવનગરના વિનુ ડાભી સહિત 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
https://twitter.com/NewsCapitalGJ/status/1914723157048742208
આતંકવાદીઓને ઠાર મારવા માટે ઓપરેશન શરૂ
માહિતી અનુસાર, આટલા મોટા આતંકવાદી હુમલા બાદ આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય આર્મી વિક્ટર ફોર્સ અને સ્પેશિયલ ફોર્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસની એસઓજી અને સીઆરપીએફ દ્વારા આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઘટનાસ્થળે સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.