July 1, 2024

Jioના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા પણ આ ટ્રિક્સ અજમાવીને પૈસા બચાવો

Jio Recharge Plan Price Hike: Jio એ પોતાના રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરી દીધો છે. જેના કારણે તેના યુઝર્સના ટેન્શનમાં વધારો કરી દીધો છે. આ સમાચાર મળતાની સાથે લોકો ચિંતિત છે કે હવે શું કરીશું. કારણ કે આવતા મહિનાથી વધારે પૈસાનો રિચાર્જ કરવા માટે આવશે. જો તમે વધારે પૈસા ખર્ચવા નથી માંગતા તો અમે તમને વિકલ્પ આપીશું તે તમે રિચાર્જ કરી શકો છો.

2999 રૂપિયાનો વાર્ષિક પ્લાન
Jioના આ પ્લાનમાં યૂઝર્સને 365 દિવસનો છે. તેમાં તમને રોજના 100SMS સાથે દરરોજ 2.5GB ડેટા મળશે. આ સાથે તેમાં તમે Jio TV, Jio Cinema અને Jio Cloudનો વપરાશ કરી શકો છો.

3226 રૂપિયાનો વાર્ષિક પ્લાન
આ પ્લાનમાં યુઝર્સને અમર્યાદિત કોલ અને દરરોજ 100SMS સાથે દરરોજ 2GB ડેટા મળી રહેશે. આ સાથે તમને Jio એપ્સ ઉપરાંત Sony Livનું સબસ્ક્રિપ્શન પણ મળશે.

3333 વાર્ષિક પ્લાન
આ પ્લાનમાં યુઝર્સને પણ પાછલા પ્લાનની જેમ જ લાભ મળશે. તેની સાથે તમને ફેનકોડ સબસ્ક્રિપ્શન પણ મળશે.

3227 વાર્ષિક યોજના
આ પ્લાનમાં યુઝર્સને એક વર્ષ માટે એમેઝોન પ્રાઇમ વીડિયોનું મોબાઇલ સબસ્ક્રિપ્શન આપવામાં આવશે. આ સિવાય અગાઉના પ્લાનની જેમ અન્ય તમામ લાભો પણ આપવામાં આવે છે.

3225 રૂપિયાનો વાર્ષિક પ્લાન
આ પ્લાનમાં પણ તમને અન્ય પ્લાનની જેમ લાભ મળશે. આમાં જ યુઝર્સને ZEE5નું સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: બારબાડોસમાં બોલરોનો તરખાટ કે બેટ્સમેનના ફટકાં? સમજવા જેવો છે પિચ રિપોર્ટ

4498 વાર્ષિક યોજના
જો તમે OTT પ્રેમી છો, તો 4498 રૂપિયાનો આ પ્લાન તમારા માટે પરફેક્ટ ઓપ્શન આપવામાં આવશે. જેમાં તમને Disney+ hotstar, Sonyliv, Amazon prime video, અને ZEE5 જેવા ઘણા નામો શામેલ છે. આ પ્લાનમાં તમને દરરોજ 2GB ડેટાની સાથે અનલિમિટેડ કૉલ્સ અને દરરોજ 100 SMS મળી રહેશે. તમને આ સિવાય 78GB વધારાનો ડેટા પણ ઉપલબ્ધ છે.