December 17, 2024

જિયોનો આ પ્લાન છે બેસ્ટ, મળશે આ ફાયદાઓ

Jio Recharge 2024: રિલાયન્સ જિયોએ તેના રિચાર્જમાં મોટો ફેરફાર કર્યા પછી તમામ કંપનીઓએ પણ તેના રિચાર્જના ભાવમાં વધારો કર્યો છે. આજે અમે તમને Jioના એ પ્લાન વિશે માહિતી આપવાના છીએ જે તમને અનલિમિટેડ કૉલિંગ માટે વધારાનો 20GB ડેટા મળશે.

Jioનો 555 રૂપિયાનો પ્લાન
જો તમને વધુ ડેટા જોઈતો હોય તો તમે Jioના 555 રૂપિયાના પ્લાનમાં જઈ શકો છો. આ પ્લાનમાં કુલ 126GB ફ્રી ડેટા તમને મળશે. તમે દરરોજ 2.5GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત, તમને Jio TV, Jio Cinema અને Jio Cloudના સબસ્ક્રિપ્શન સાથે દરરોજ 100 ફ્રી SMS મળી રહેશે.

આ પણ વાંચો: એપલના માલિક સ્ટીવ જોબ્સની ઈચ્છા સ્માર્ટફોન બનાવવાની હતી જ નહીં, એક લંચથી આવ્યો ટર્નિંગ પોઈન્ટ

Jioનો 666 રૂપિયાનો પ્લાન
Jioની યાદીમાં રૂપિયા 666નો પ્લાન તમને 84 દિવસની લાંબી વેલિડિટી આપે છે. આમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા સાથે દરરોજ 100 ફ્રી SMS ઉપલબ્ધ છે. આ પ્લાનમાં કંપની તમને અનલિમિટેડ 5G ડેટા એક્સેસ કરવાની સુવિધા પણ આપે છે. જો કે, આ માટે તમારા વિસ્તારમાં 5G કનેક્ટિવિટી હોવી જોઈએ.

શાનદાર ઓફર્સ સાથે પ્લાન
ભાવ વધારા બાદ પણ Jio પાસે હજુ પણ શાનદાર ઓફર્સ સાથે પ્લાન છે. Jioના લિસ્ટમાં 899 રૂપિયાનો પ્લાન છે. આ પ્લાન 90 દિવસની લાંબી વેલિડિટી ઓફરમાં છે. જેમાં તમે 90 દિવસ સુધીમાં ફ્રી કોલિંગ અને રોજના 100 ફ્રી SMS પણ મળશે. જો તમે આ પ્લાન કરાવશો તો તમારે 90 દિવસ સુધી અન્ય કોઈ રિચાર્જની જરૂર નહીં પડે. આ પ્લાનમાં તમને 180GB ડેટા આપવામાં આવે છે. તમે દરરોજ 3GB ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ સાથે Jio Cinema અને Jio TVનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. આ સાથે જ તમને Jio Cloudનું ફ્રી એક્સેસ પણ આપવામાં આવે છે.