December 19, 2024

Jio Low Recharge Plan 2024: Jioના આ સસ્તા રિચાર્જ પ્લાન આપશે બમણો ફાયદો

Jio Low Recharge Plan 2024: રિલાયન્સ જિયોએ તેના રિચાર્જમાં મોટો ફેરફાર કર્યો છે. જેના કારણે વપરાશકર્તાઓ વિચારી રહ્યા છે કે હવે શું કરવું. એવા કયો પ્લાન કરાવવો જે બેસ્ટ રહેશે. ત્યારે આજે અમે તમને Jioના એ પ્લાન વિશે માહિતી આપવાના છીએ જે તમને અનલિમિટેડ કૉલિંગ માટે વધારાનો 20GB ડેટા મળશે.

વધુ પૈસા ખર્ચવા પડશે
રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. હવે મોટાભાગની ટેલિકોમ કંપનીઓએ પોતાના રિચાર્જ ટેરિફ પ્લાન્સમાં વધારો કરી દીધો છે.  Jio યુઝર્સને પહેલો ઝટકો લાગ્યો હતો. જેમાં હવે બાદ હવે Jio યુઝર્સને ફ્રી કોલિંગ, ડેટા અને OTT સબસ્ક્રિપ્શન માટે વધુ પૈસા ખર્ચવા પડશે. જ્યારથી રિચાર્જ મોંઘા થયા ત્યારથી યુઝર્સ સસ્તા પ્લાન શોધી રહ્યા છે. જો તમે પણ Jio યુઝર છો અને ઓછા ખર્ચે વધુ નફાકારક પ્લાન શોધી રહ્યા છો, આજે અમે તમારા માટે જે માહિતી લઈને આવ્યા છીએ તે ચોક્કસ ઉપયોગી બનશે.

આ પ્લાન છે સસ્તો
ભાવ વધારા બાદ પણ Jio પાસે હજુ પણ શાનદાર ઓફર્સ સાથે પ્લાન છે. Jioના લિસ્ટમાં 899 રૂપિયાનો પ્લાન છે. આ પ્લાન 90 દિવસની લાંબી વેલિડિટી ઓફરમાં છે. જેમાં તમે 90 દિવસ સુધીમાં ફ્રી કોલિંગ અને રોજના 100 ફ્રી SMS પણ મળશે. જો તમે આ પ્લાન કરાવશો તો તમારે 90 દિવસ સુધી અન્ય કોઈ રિચાર્જની જરૂર નહીં પડે. આ પ્લાનમાં તમને 180GB ડેટા આપવામાં આવે છે. તમે દરરોજ 3GB ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ સાથે Jio Cinema અને Jio TVનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. આ સાથે જ તમને Jio Cloudનું ફ્રી એક્સેસ પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો: ફેસબુક, ઈન્સ્ટા બાદ હવે વોટ્સએપ પર પણ મળશે ‘બ્લુટિક’, પેઈડ પ્લાન તૈયાર

Jioનો 555 રૂપિયાનો પ્લાન
જો તમને વધુ ડેટા જોઈતો હોય તો તમે Jioના 555 રૂપિયાના પ્લાનમાં જઈ શકો છો. આ પ્લાનમાં કુલ 126GB ફ્રી ડેટા તમને મળશે. તમે દરરોજ 2.5GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત, તમને Jio TV, Jio Cinema અને Jio Cloudના સબસ્ક્રિપ્શન સાથે દરરોજ 100 ફ્રી SMS મળી રહેશે.

Jioનો 666 રૂપિયાનો પ્લાન
Jioની યાદીમાં રૂપિયા 666નો પ્લાન તમને 84 દિવસની લાંબી વેલિડિટી આપે છે. આમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા સાથે દરરોજ 100 ફ્રી SMS ઉપલબ્ધ છે. આ પ્લાનમાં કંપની તમને અનલિમિટેડ 5G ડેટા એક્સેસ કરવાની સુવિધા પણ આપે છે. જો કે, આ માટે તમારા વિસ્તારમાં 5G કનેક્ટિવિટી હોવી જોઈએ.