January 5, 2025

Jio લાવ્યું 11 મહિનાનો પ્લાન, રિચાર્જની નહીં રહે હવે ઝંઝટ

Jio તેના વપરાશકર્તા માટે અલગ અલગ પ્રકારના પ્લાન રજૂ કરી રહ્યું છે. થોડા સમય પહેલા રિયાર્જ પ્લાનમાં વધારો કરવામાં આવ્યો છે. જે બાદ બીજી કંપનીઓને ફાયદો થયો છે. કારણ કે વપરાશકર્તાઓ બીજા સીમકાર્ડ લઈ રહ્યા છે. ત્યારે જીયો પણ પોતાના વપરાશકર્તા વધારે બીજી કંપની સાથે ના જોડાય તે માટે નવો પ્લાન લાવી રહ્યું છે. આવો જાણીએ નવા પ્લાન વિશે.

Jioનો 1234 રૂપિયાનો પ્લાન
Reliance Jioનો આ પ્લાન 336 દિવસની વેલિડિટીનો છે. જેમાં તમને 100 ફ્રી SMS અને 0.5GB હાઇ સ્પીડ ડેટા મળી રહેશે. અમર્યાદિત કૉલિંગનો તમે તેમાં લાભ મળી શકે છે. કોઈપણ નંબર પર કૉલ કરવા માટે અમર્યાદિત કૉલિંગનો લાભ મળતો રહેશે. Jioની કોમ્પ્લિમેન્ટરી એપ્સનું સબસ્ક્રિપ્શન મળી રહેશે. સ્માર્ટફોન વપરાશકર્તાઓ Jioના આ પ્રીપેડ પ્લાનનો લાભ લઈ શકશે નહીં.

આ પણ વાંચો: ઈન્ડિગોએ હવાઈ મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

336 દિવસનો સસ્તો પ્લાન
બીજો પ્લાન 336 દિવસનો છે. જેમાં અનલિમિટેડ કોલિંગ, ડેટા, ફ્રી રોમિંગ જેવા ફાયદાઓ મળશે. Jioનો આ પ્રીપેડ રિચાર્જ પ્લાન 1,899 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યુઝર્સને સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત ફ્રી કોલિંગ મળી રહેશે. આ પ્લાનમાં યુઝર્સને કુલ 24GB ડેટા મળી રહેશે. કુલ 3,600 ફ્રી SMSનો લાભ પણ મળે છે.