January 1, 2025

આવી ગયો Jioનો 98 દિવસનો સસ્તો પ્લાન, મળશે આ લાભ

Jio Recharge Plans: રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. Jio તેના ગ્રાહકોને ઘણા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. Jioના લિસ્ટમાં એક એવો રિચાર્જ પ્લાન એડ કરવામાં આવ્યો છે. દેશભરમાં 49 કરોડથી વધુ લોકો કંપનીની સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. કંપની પાસે એવા પણ પ્લાન છે જે 100 દિવસ, 336 દિવસ અને 365 દિવસની વેલિડિટી એકસાથે મળી રહેશે. તમામ કંપનીએ  રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો છે. જેના કારણે તમામ ગ્રાહકો સસ્તો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છે.

Jioના શાનદાર રિચાર્જ પ્લાનની યાદી
Jio તેના ગ્રાહકો માટે 999 રૂપિયાનો શાનદાર રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાન 98 દિવસ સુધી ચાલશે. જેના કારણે તમારે સતત રિચાર્જ કરવાની માથાકૂટ નહીં રહે. તમે લોકલ અને STD બંને નેટવર્ક પર ગમે તેટલી મુક્ત રીતે વાત કરી શકો છો. આ સાથે તમને રોજના 100 ફ્રી SMS પણ મળે છે. તમને ફ્રી કોલિંગ પણ મળી રહેશે.

આ પણ વાંચો: iPhone 16 ખરીદવા લોકોની પડાપડી, 21 કલાક લાઈનમાં ઉભા રહ્યા ગ્રાહકો

યુઝર્સને પુષ્કળ ડેટા મળશે
Jioના આ પ્લાનમાં તમને 98 દિવસ માટે 198GB ડેટા મળશે. જેમાં તમે દરરોજ 2GB હાઈ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો. જો તમારા વિસ્તારમાં 5G નેટવર્ક કનેક્ટિવિટી હશે તો તમે 5G ડેટાનો પણ ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં તમને Jio સિનેમાનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળી રહેશે. Jio TV અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રિપ્શન આ પ્લાનમાં તમને મળી રહેશે.