Airtel, Jio, Viનું ટેન્શન વધ્યું, 1 કરોડથી વધુ યુઝર્સ ઘટ્યા
Jio, Airtel, Vodafone Ideaને પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કરવા મોંઘા પડી ગયા છે. ત્રણ ખાનગી કંપનીઓએ મળીને 1 કરોડથી વધુ મોબાઈલ યુઝર ઓછા થઈ ગયા છે. બીજી બાજૂ BSNLના વપરાશકર્તાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સૌથી વધારે નુકસાન જિયોને થયું છે, એક અંદાજ પ્રમાણે 80 લાખ યુઝર્સ જિયોએ ગુમાવ્યા છે. એરટેલ અને Viના વપરાશકર્તાઓમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: BSNLનો 336 દિવસનો આ સસ્તો રિચાર્જ પ્લાન છે બેસ્ટ, મોંઘા પ્લાનના ટેન્શનમાંથી મળશે રાહત
1 કરોડથી વધુ વપરાશકર્તાઓ ઘટ્યા
Jioએ સૌથી વધુ 79.69 લાખ યુઝર્સ ગુમાવ્યા છે. તે જ સમયે, એરટેલના 14.34 લાખ વપરાશકર્તાઓ અને વોડાફોન આઈડિયાના 15.53 લાખ વપરાશકર્તાઓ ઘટ્યા છે. બીજી બાજૂ BSNL યુઝર્સની સંખ્યા 10 કરોડને પાર કરી શકે છે. ત્રણ મહિનાથી સતત ત્રણેય કંપનીઓના યુઝર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નજીકના ભવિષ્યમાં BSNLના પ્લાન મોંઘા નહીં થાય. કંપની હાલમાં નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર ધ્યાન આપી રહી છે.