January 26, 2025

Jioનો આવી ગયો છે 84 દિવસનો સસ્તો પ્લાન

Jio Recharge Plan: દેશભરમાં લગભગ 48 કરોડ લોકો તેમના સ્માર્ટફોનમાં રિલાયન્સ જિયો સિમનો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીએ થોડા દિવસ પહેલા તેના પ્લાનના રિચાર્જમાં વધારો કર્યો છે. જેના કારણે જિયો સિમકાર્ડનો વપરાશ કરતા લોકોને મોટો ઝટકો ચોક્કસ લાગ્યો છે. લોકોને મોટો ઝટકો આપ્યા બાદ જિયો ટીમ નવા નવા પ્લાન માર્કેટમાં લાવી રહ્યું છે. જેમાં તમને ફ્રી કોલિંગ, ડેટા અને OTT સબસ્ક્રિપ્શન મળે છે. આવો જાણીએ કે આ પ્લાન વિશે જે તમને પડશે સસ્તો.

વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
જો તમે પણ Jio યુઝર છો અને એક સસ્તો પ્લાન શોધી રહ્યા છો. તો આ માહિતી તમારા માટે છે. અમે જે પ્લાન વિશે તમને જણાવીશું તેમાં તમને ફ્રી કૉલિંગ, ડેટા, SMS અને OTT સબસ્ક્રિપ્શન મળશે. જોકે તમારે વારંવાર રિચાર્જ કરાવવાની પણ ઝંઝટ નહીં રહે. Jio ના જે રિચાર્જ પ્લાન વિશે અમે વાત કરી રહ્યા છીએ તે 1029 રૂપિયાનો છે. આમાં, કંપની તમને 84 દિવસની લાંબી વેલિડિટી છે. જેમાં તમને પ્લાનમાં તમને દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. જેમાં તમને કુલ 168GB ડેટા મળે છે. તમે દરરોજ 2GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: Gemini Live AI થયું લોન્ચ, માણસોની જેમ કરશે વાત

અમર્યાદિત 5G ડેટા ઓફર
Jioનો આ રિચાર્જ પ્લાન અમર્યાદિત સાચી 5G ડેટા આપવામાં આવે છે. જો તમારા વિસ્તારમાં 5G ડેટા આવે છે તો તમે ફ્રિમાં 5G ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. જો તમે Amazon Prime Video સાથે OTT સ્ટ્રીમિંગ કરો છો અને પ્રાઇમ સબસ્ક્રિપ્શન ખરીદો છો, તો હવે તમારે તેના માટે અલગથી ખર્ચ કરવાની જરૂર નહીં પડે. Jioનો આ રિચાર્જ પ્લાન તેના લાખો યુઝર્સને એમેઝોન પ્રાઇમનું ફ્રી સબસ્ક્રિપ્શન ઓફર કરે છે. આ સાથે તમને Jio સિનેમાનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. અન્ય નિયમિત યોજનાઓની જેમ, તે Jio TV અને Jio Cloudની ઍક્સેસ પણ આપવામાં આવે છે.