કવિરાજે કરી હાર્દિક પંડ્યા સાથે મુલાકાત, એકબીજાને ગળે મળ્યા અને ગુજરાતીમાં કરી વાતો

Jignesh kaviraj Meet Hardik pandya: આજે મુંબઈની ટીમ અને ગુજરાતની ટીમનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમનો-સામનો થશે. આ મેચ માટે મુંબઈની ટીમ અમદાવાદ પહોંચી હતી. આ સમયે હાર્દિક પંડ્યા સાથે કલાકાર જીગ્નેશ કવિરાજે ITC નર્મદા ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ સમયના વીડિયો અને ફોટો પણ સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Jignesh Barot (@jigneshbarotofficial)

આ પણ વાંચો: IPL 2025: ધોનીની સામે ચેપોક સ્ટેડિયમ ‘RCB-RCB’ ના નારાથી ગુંજી ઉઠ્યું, વીડિયો થયો વાયરલ

હાર્દિકે કરી ગુજરાતીમાં વાતો
ગુજરાતની ટીમ અને મુંબઈની ટીમ આજે આમને – સામને આવશે. બંને ટીમ હાલમાં અમદાવાદમાં છે અને પ્રેક્ટિસ કરી રહી હતી. ગઈકાલે ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજ પોતાના પરિવાર સાથે ITC નર્મદા પહોંચ્યા અને હાર્દિક પંડ્યા સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પણ ગુજરાતી છે જેના કારણે બંને મળ્યા એ સમયે ગુજરાતીમાં વાતો કરી અને એકબીજાને ગળે પણ મળ્યા હતા. વીડિયો જે સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે જીગ્નેશ કવિરાજે પોતાના પુત્રને કહ્યું કે હાર્દિકના ચરણ સ્પર્શ કરે. આ મુલાકાત પછી instagramમાં બંનેએ એકબીજાને ફોલો કર્યા હતા.