December 18, 2024

ઝારખંડ NDAમાં સીટ શેરિંગ ફાઇનલ: ભાજપ 68, AJSU 10 અને JDU 2 બેઠકો પર લડશે ચૂંટણી

Jharkhand Assembly Elections 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને NDAની બેઠકો વહેંચણી ફાઇનલ થઈ ગઈ છે. AJSU 10 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે JDUને 2 બેઠકો આપવામાં આવી છે. જ્યારે ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીને ચતરામાંથી એક બેઠક આપવામાં આવી છે, જ્યારે ભાજપ બાકીની 68 બેઠકો પર ચૂંટણી લડશે.

કેન્દ્રીય મંત્રી અને ઝારખંડ માટે ભાજપના ચૂંટણી પ્રભારી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, “ઝારખંડમાં ભાજપ, ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU), જનતા દળ (યુનાઈટેડ) અને લોક જનશક્તિ પાર્ટી (LJP) સાથે મળીને ચૂંટણી લડશે. સીટ શેરિંગને લઈને પણ સમજૂતી થઈ ગઈ છે. અને ટૂંક સમયમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે…”

આસામના મુખ્યમંત્રી અને ઝારખંડ ભાજપના ચૂંટણી સહ પ્રભારી હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે ચૂંટણી પીએમ મોદીના નેતૃત્વમાં લડવામાં આવશે. ભાજપ 68 બેઠકો પર ચૂંટણી લડશે અને AJSUને 10 બેઠકો આપવામાં આવી છે. તો એક બેઠક ચતરા વિધાનસભા બેઠક પરથી LJP ચૂંટણી લડશે.

AJSU આ 10 બેઠકો પર લડશે ચૂંટણી
1-સિલ્લી
2- રામગઢ
3- ગુમિયા
4- ઈચ્છાગઢ
5- માંડુ
6- જુગસલીયા
7- ડુમરી
8- પાકુર
9- લોહરદગા
10- મનોહરપુર

આ 2 બેઠકો પર JDU લડશે ચૂંટણી
1-જમશેદપુર પશ્ચિમ
2- આમલી