November 24, 2024

હેમંત સોરેન 28 નવેમ્બરે ઝારખંડના સીએમ તરીકે લેશે શપથ

Jharkhand Assembly Elections: હેમંત સોરેનની જેએમએમની બમ્પર જીત પછી નક્કી થઈ ગયું છે કે હવે ઝારખંડના નવા સીએમ સોરેન બનશે. તેમનો શપથ ગ્રહણ સમારોહ 28મી નવેમ્બરના યોજાશે. હાલ તેમણે રાજીનામું આપી દીધું છે હવે નવા સીએમ તરીકે શપથ લેશે. 81 બેઠકોમાંથી JMMની આગેવાની હેઠળના ભારત ગઠબંધનને 56 બેઠકો મળી છે.

આ પણ વાંચો: AMC જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાના આક્ષેપ પર ગુજરાત યુનિવર્સિટીનું નવેદન

હેમંત સોરેને માહિતી આપી
હેમંત સોરેને કહ્યું કે “નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 28 નવેમ્બરે યોજાશે…” અમે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી દીધો છે. જીત બાદ હેમંત સોરેને ઝારખંડના લોકોનો આભાર માન્યો હતો. JMMની જીત પછી સડકો પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે હેમંત સોરેન ઝારખંડના પહેલા મુખ્યમંત્રી હશે જે સતત બીજી ચૂંટણી જીત્યા બાદ મુખ્યમંત્રી પદ સંભાળશે. બીજી બાજૂ કોંગ્રેસના નેતાઓ હેમંત સોરેનને મુખ્યમંત્રી આવાસ પર મળવા ગયા હતા.