December 28, 2024

Jharkhan Election 2024: ઝારખંડમાં બપોરે 1 વાગ્યા સુધી 46.25% મતદાન

Jharkhan Election 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. ઝારખંડમાં બપોરે 1 વાગ્યા સુધી 46.25% મતદાન થયું છે. કુલ 15,344 મતદાન મથકો છે. જેમાંથી 14,394 પર સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અને 950 નક્સલ પ્રભાવિત બૂથ પર સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે.

લોકો મતદાન કરવા માટે ઉત્સાહિત
પોટકા વિધાનસભા મતવિસ્તારના બીજેપી ઉમેદવાર મીરા મુંડાએ જણાવ્યું કે “આજે પ્રથમ તબક્કા માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. હું દરેકને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની વિંતી કરું છું.

ઝારખંડમાં સવારે 9 વાગ્યા સુધી 13.4 ટકા મતદાન
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 43 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારથી જ મતદારો મતદાન માટે આવી રહ્યા છે. લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 9 વાગ્યા સુધી 13.4 ટકા મતદાન થયું હતું. મતદાન માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લાઈને જોઈને એવું લાગી રહ્યું છે કે મતદાન વધારે થઈ શકે છે. એક બાદ લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

અધિકારોનું રક્ષણ કરવા મત આપો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મતદાનને લઈને માહિતી આપી છે. જેમાં રાહુલે કહ્યું કે હું તમારા બધા મતદારોને અપીલ કરું છું કે તમારા અધિકારોનું રક્ષણ કરવા અને બંધારણ અને લોકશાહીને મજબૂત કરવા માટે તમારો મત આપો.