JEE મેઇન્સનું પરિણામ જાહેર, અમદાવાદના શિવેન તોશીવાલ રાજ્યમાં પ્રથમ

JEE મેઇન્સનું પરિણામ જાહેર થયું છે. ગુજરાતના બે વિદ્યાર્થીઓએ 100માંથી 100% મેળવ્યા છે. અમદાવાદના શિવેન તોશીવાલ રાજ્યમાં પ્રથમ અને ધો 9 થી JEE માટે કરે છે તૈયારીઓ.

આ પણ વાંચો: આજે GT vs DC વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ

વધુ મેહનત કરી હતી
શિવેન તોશીવાલે કહ્યું કે અન્ય વિષય કરતાં મેથ્સમાં વધુ સમય આપવો જરૂરી છે. કેમિસ્ટ્રી વિષય હાર્ડ લગતા વધુ મેહનત કરી હતી. ડોકટર માતા પિતા અને દીકરાનું સ્વપ્ન IIT મુંબઈમાં એડમિશન લેવાનું છે. મોહિત અગ્રવાલ પણ 99.996% સાથે 90મો રેન્ક મેળવ્યો છે. મોહિત મેથ્સ રિસર્ચમાં આગળ વધવા માંગે છે. ઋષભ ઐયર 165 જ્યારે એલિસ પટેલ 205 રેન્ક સાથે અવ્વલ આવ્યો છે.