December 26, 2024

રસોડામાં રહેલી આ વસ્તુ તમારા ચહેરા માટે છે રામબાણ ઇલાજ

અમદાવાદઃ જાયફળનો ઉપયોગ ઘરમાં ગરમ મસાલના રૂપમાં થાય છે. તેના કારણે એક ખાસ સ્વાદ અને સુંગધ પ્રસરે છે. આ સાથે જ જાયફરમાં મેગ્નેશિયમ, ફાસ્ફોકસ, ઝિંક, આયરન, વિટામિન સી, ઈ, એ, ફાઈબર સહિત અનેક એન્ટી ઓક્સીડેન્ટસ ભરપૂર માત્રમાં છે. જાયફરનો ઉપયોગ રસોડાની સાથે તમારા ચહેરાને ચમકાવવા માટે પણ કરી શકો છે. જાયફર સ્કિનની પ્રોબ્લેમમાં પણ ખુબ જ ઉપયોગી છે.

દૂધમાં મિક્સ કરીને ફેસ પેક બનાવો
જાયફળનો પાવડર બનાવીને એરટાઈટ ડબ્બામાં ભરી લો. કાચા દૂધમાં એક ચમચી પાવડર મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરો અને તેને ચહેરાથી ગરદન સુધી લગાવો. લગભગ 8 થી 10 મિનિટ પછી સાદા પાણીથી ચહેરો સાફ કરી લો. જો તમે જાયફળ અને દૂધના આ ફેસ પેકને અઠવાડિયામાં બે વાર લગાવો છો, તો તમારા ચહેરા પરના ડાઘ થોડા દિવસોમાં જ ઓછા થવા લાગશે.

જાયફળનો આ પેક રંગને નિખારશે
એક બાઉલમાં અડધી ચમચી જાયફળ પાવડર, એક ચમચી ચંદન પાવડર, એક ચમચી દહીં લો અને સારી રીતે મિક્સ કરો. તેમાં થોડું ગુલાબજળ પણ ઉમેરો. આ ફેસ પેકને 10 થી 15 મિનિટ સુધી રાખો અને સાદા પાણીથી ચહેરો સાફ કરો. આ પેકનો ઉપયોગ કર્યા પછી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરો. આ પેક ડાઘાને દુર કરશે આ સાથે જ સ્કિનને પણ સુધારે છે.

જાયફળને મધ સાથે લગાવો
એક ચમચી જાયફળના પાવડરમાં એક ચમચી મધ ઉમેરો અને તેમાંથી સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી ચહેરાને નવશેકા પાણીથી સાફ કર્યા બાદ મોઈશ્ચરાઈઝર લગાવો. આ પેક તમારી સ્કિન સ્ટેક્ચરને સુધારે છે અને તૈલી ત્વચાવાળા લોકો માટે ખૂબ ફાયદાકારક છે.