ત્રીજી ODI પહેલા જય શાહે કરી મોટી જાહેરાત, અમદાવાદમાં થશે ખાસ કાર્યક્રમ

Jay Shah and Rohit Sharma: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે 12 ફેબ્રુઆરી રમાવાની છે જે અમદાવાદમાં રમાશે. આ મેચ સમયે અંગોનું દાન કરો, જીવન બચાવો” પહેલ શરૂ કરવામાં આવશે. આ મેચ પહેલા જય શાહે મોટી જાહેરાત કરી છે.
આ પણ વાંચો: મહેસાણા જિલ્લા ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં પહોંચશે
જય શાહે કરી આ મોટી જાહેરાત
ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ 12 ફેબ્રુઆરી રમાવાની છે. આ અંગે જય શાહે પોસ્ટ શેર કરીને જાહેરાત કરી છે. આ મેચ સમયે ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ નામની પહેલ કરવામાં આવશે. જય શાહે પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું કે 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચના પ્રસંગે, અમને “અંગોનું દાન કરો, જીવન બચાવો” – એક જાગૃતિ પહેલ શરૂ કરવાનો ગર્વ છે.