ટીમ ઈન્ડિયાનો સૌથી ફિટ ખેલાડી કોણ છે? બુમરાહે જવાબ આપ્યો કે…
Jasprit Bumrah: ક્રિકેટ હોય કે પછી કોઈ પણ રમત હોય તેમાં ફિટનેસ ખૂબ મહત્વની હોય છે. જો તમે ફિટ નથી તો તમે પણ ક્રિકેટ સારી રીતે રમી શકો નહીં. ફિટનેસ વિના ખેલાડીઓને ઈજા થવાની ઘણી તકો હોય છે. આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓ પોતાના ફિટનેસ પર ચોક્કસ ધ્યાન રાખે છે. પોતાની ફિટનેસની તેઓ ખૂબ કાળજી રાખતા હોય છે. ફિટનેસની વાત આવે છે ત્યારે વિરાટનું નામ સૌથી પહેલા આવે છે. પરંતુ આજ સવાલ જ્યારે જસપ્રીત બુમરાહને કરવામાં આવ્યો હતો ત્યારે તેણે રોહિતનું નામ લીધું ના હતું.
બુમરાહે બધાને ચોંકાવી દીધા
બુમરાહે પોતાના જવાબથી બધાને ચોંકાવી દીધા હતા. એક ઈવેન્ટ દરમિયાન વાત કરતી વખતે બુમરાહને ટીમ ઈન્ડિયાના સૌથી ફિટ ખેલાડી વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેનો તેણે ખૂબ જ આશ્ચર્યજનક જવાબ આપ્યો હતો. કદાચ આ જવાબ સાંભળીને તમને પણ નવાઈ ચોક્કસ લાગશે. બુમરાહે જવાબમાં કહ્યું કે “હું જાણું છું કે તમે શું જવાબ શોધી રહ્યા છો, પરંતુ હું મારું નામ લેવા માંગુ છું કારણ કે હું એક ઝડપી બોલર છું. હું લાંબા સમયથી રમી રહ્યો છું. એક ઝડપી બોલર બનીને આ દેશ માટે રમી રહ્યો છું.
આ પણ વાંચો: વાહ…કૌશલ્યસિદ્ધ યુવા પાસે નમીને પણ મોટા થયા નરેન્દ્ર મોદી, જમીન પર બેસીને સન્માન સ્વીકાર્યું
બુમરાહ કરશે વાપસી
ટીમ ઈન્ડિયા 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. સીરીઝની પહેલી મેચ ચેન્નાઈમાં રમાવાની છે. તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ લગભગ અઢી મહિના બાદ ક્રિકેટમાં વાપસી કરશે. તેની પહેલા બુમરાહ દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ રમ્યો હતો. હવે બુમરાહ અઢી મહિના પછી સીધો T20થી ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કરશે.