December 23, 2024

Jasprit Bumrahએ T20 વર્લ્ડ કપમાં મચાવી દીધી ધૂમ

Jasprit Bumrah Record: સુપર 8માં રમાયેલી મેચમાં ભારતની જીત થઈ હતી. અફઘાનિસ્તાનની ટીમને 47 રનથી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભારતની જીતમાં સૂર્ય કુમાર યાદવે મહત્વની ભૂમિકા જોવા મળી હતી. આ મેચ દરમિયાન ખાસ વાત એ હતી કે ભારતના દરેક ખેલાડીની મહત્વની ભૂમિકા જોવા મળી હતી. બુમરાહે અફઘાનિસ્તાનની ઇનિંગ્સ દરમિયાન અદ્દભૂત બોલિંગ કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા.

ચોંકાવી દીધું
બુમરાહે 4 ઓવરમાં 7 રન આપીને 3 વિકેટ લીધી હતા. બુમરાહે આ મેચમાં ગુરબાઝની મોટી વિકેટ લીધી હતી. ત્રીજી વિકેટમાં બુમરાહે નજીબુલ્લાહ ઝદરાનને આઉટ કર્યો હતો. આ મેચમાં દરમિયાન બુમરાહે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું કે શા માટે તે વિશ્વના મહાન બોલરોમાંથી એક છે. બુમરાહે હવે T-20 ઈન્ટરનેશનલમાં 82 વિકેટ લઈ લીધી છે. હવે તેણે હાર્દિકને પણ પાછળ છોડી દીધો છે. તમને જણાવી દઈએ કે T20Iમાં હાર્દિકના નામે કુલ 80 વિકેટ છે. ભુવનેશ્વર કુમારના નામે 90 વિકેટ છે જેના કારણે બુમરાહ હવે T20I માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારો બીજો ફાસ્ટ બોલર બની ગયો છે.

આ પણ વાંચો: Pat Cummins એ બાંગ્લાદેશ સામેની મેચમાં લીધી હેટ્રિક, આવું કરનાર 7મો બોલર

આ કરી ચોંકાવી દીધા
આ વર્લ્ડ કપમાં બુમરાહે દરેકને ચોંકાવી દીધા છે. જેના કારણે દુનિયાના તમામ ક્રિકેટ ચાહકો પણ આ જોઈને ચોંકી ગયા હતા. બુમરાહે આ વર્લ્ડ કપમાં કુલ 90 બોલ ફેંક્યા હતા તેણે 62 બોલ એવા છે કે જેના પર બેટ્સમેન રન બનાવી શક્યા નથી. જો ભારતની ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહેશે તો જીતનો શ્રેય બુમરાહને જશે.