January 15, 2025

જસપ્રીત બુમરાહને ICCએ આપ્યો આ સ્પેશિયલ એવોર્ડ

ICC Men’s Player Of The Month 2024: જસપ્રીત બુમરાહનું જોરદાર પ્રદર્શન જોવા તમામ મેચમાં જોવા મળી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝમાં બુમરાહને ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. બુમરાહે આ સિરીઝમાં 32 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: કપિલ દેવે યુવરાજ સિંહના પિતાને કેમ ઓળખવાની ના પાડી?

બુમરાહ ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ બન્યો
બુમરાહે ડિસેમ્બર 2024માં ભારતના ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. બુમરાહે હવે પેટ કમિન્સ અને ડેન પેટરસનને હરાવીને ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. ટીમ ઈન્ડિયા માટે ભલે આ સિરીઝ કંઈ ખાસ રહી ના હોય પરંતુ બુમરાહનું ખાસ પ્રદર્શન જોવા મળ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની સિરીઝમાં બુમરાહે 13.06ની એવરેજથી 32 વિકેટ લીધી હતી.