January 8, 2025

ICCએ જસપ્રીત બુમરાહને આ એવોર્ડ માટે નોમિનેટ કર્યો

Jasprit Bumrah: જસપ્રિત બુમરાહે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ઓસ્ટ્રેલિયા સામે જોરદાર પ્રદર્શન કર્યું છે. તેના દમ ઉપર પ્રથમ મેચ જીતી હતી એ કહીએ તો પણ ખોટું નથી. હવે તેને ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. ICCએ તેને ડિસેમ્બર 2024 મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. તેની સાથે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ અને દક્ષિણ આફ્રિકાના ડેન પેટરસનને પણ નોમિનેશન મળ્યું છે.

આ પણ વાંચો: અંજીરના પાણીના છે અઢળક ફાયદા, આવો જાણીએ શું થશે લાભ

જસપ્રિત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું
જસપ્રીત બુમરાહે ડિસેમ્બર મહિનામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ત્રણ ટેસ્ટ મેચોમાં 22 વિકેટ લીધી હતી. તેના મજબૂત પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ભારતીય બોલર દ્વારા સૌથી વધુ રેટિંગ પોઈન્ટમાં જસપ્રિત બુમરાહ આગળ છે. તે નંબર વન પર છે અને તેના 907 રેટિંગ પોઈન્ટ છે. હવે આ એવોર્ડ કોને મળે છે તે જોવાનું રહ્યું. હાલ બુમરાહનું નામ નોમિનેટ થયું છે.