બુમરાહે મુંબઈની ટીમ માટે બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ, મલિંગાનો પણ તોંડી નાંખ્યો રેકોર્ડ

Jasprit Bumrah: મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ અત્યારે રમાઈ રહી છે. બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સ માટે ઇતિહાસ રચ્યો છે. તેણે લખનૌને પહેલો ઝટકો આપ્યો છે. આવું થતાની સાથે મુંબઈ માટે સૌથી સફળ બોલર બન્યો તે બની ગયો છે. બુમરાહ હવે IPLના ઇતિહાસમાં મુંબઈ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ મેચમાં બુમરાહે એડન માર્કરામને આઉટ કર્યો છે. આવું કરતાની સાથે તેણે નવો રેકોર્ડ બનાવી લીધો છે.

આ પણ વાંચો: સૂર્યકુમાર યાદવે LSG સામેની મેચમાં બનાવ્યો રેકોર્ડ, આ ખાસ યાદીમાં નામ થયું એડ

સૌથી વધુ વિકેટ લેનાર બોલર
મુંબઈ ઈન્ડિયન્સનું નામ સફળ ટીમમાં આવે છે. આ ટીમ અત્યાર સુધી ઘણા એવા ખેલાડીઓ આપ્યા છે જે અત્યારે ટીમ ઈન્ડિયામાં સામેલ છે. આજની મેચ બાદ બુમરાહ સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે અત્યાર સુધીમાં 171 વિકેટ લીધી છે. . બુમરાહ તેની ઝડપી બોલિંગ અને ડેથ ઓવરો માટે જાણીતો છે. આ પછી મલિંગાનું નામ આવે છે. તેણે મુંબઈ માટે 170 વિકેટ લીધી છે. આ પછી હરભજન સિંહનું નામ આવે છે તેણે 127 વિકેટ લીધી છે.