January 16, 2025

ચંદ્ર પર ઉતરવાનો પ્રયાસ કરશે આજે જાપાન, 20 મિનિટમાં થશે સ્નાઈપરની કસોટી

જાપાન સ્લિમ મૂન મિશન આજે ચંદ્ર પર લેન્ડ થવાનું છે. 20 મિનિટમાં લેન્ડિંગથી મિશનની સફળતા નક્કી કરવામાં આવશે. આ મિશન થકી જાણવા મળશે કે ચંદ્ર કેવી રીતે બન્યો અને તેની સાથે જોડાયેલા તમામ રહસ્યો શોધશે. જાપાનની સ્પેસ એજન્સી JAXAએ આપેલી માહિતી અનુસાર સ્નાઇપર રાતે 9 વાગ્યે લેન્ડ કરશે. ભારતનું સફળ મૂન મિશન ચંદ્રયાન-3 પછી વિશ્વની નજર જાપાનના મૂન મિશન પર છે.

એડવાન્સ ટેક્નોલોજીથી સજ્જ
જાપાનનું સ્નાઇપર પહેલાં થયેલાં મૂન મિશન્સ કરતા સૌથી એડવાન્સ ટેક્નોલોજીથી સજ્જ છે. વર્ષ 1966 પછી ચંદ્ર પર લેન્ડ કરનાર પાંચમો દેશ હશે. સ્નાઈપર તારીખ 25 ડિસેમ્બર 2023ના ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું અને ત્યારથી તે સતત ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે અને આજે રાતે તે ચંદ્રની સપાટી પર પહોંચી જશે. જાપાનનું સ્નાઈપર સૌથી વધારે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. આ મિશનને પુર્ણ કરવામાં 831 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. ચંદ્ર પર સ્નાઈપર ખનિજોની તપાસ કરશે અને ચંદ્રના આંતરિક ભાગો વિશે માહિતી મેળવશે આ સાથે જ ચંદ્રનું નિર્માણ કેવી રીતે થયું હતું તે વિશે માહિતી એકત્રિત કરશે.

આ પણ વાચો: અયોધ્યા બાદ હવે અબુધાબીમાં બનશે મંદિર, મોદીએ કર્યું હતું એલાન

આ વર્ષે કેટલા ચંદ્ર મિશન?
એક માહિતી અનુસાર આ વર્ષે ઘણા ચંદ્ર મિશન તૈયાર થઈ રહ્યા છે. અમેરિકન સ્ટાર્ટઅપ ઇન્ટ્યુટિવ મશીન્સનું લક્ષ્ય ફેબ્રુઆરીના મધ્યમાં તેનું IM-1 લેન્ડર લોન્ચ કરી શકે છે. ચીન પ્રાચીન બેસિનમાંથી નમૂનાઓ મેળવવા માટે ચાંગ’ઇ-6 અવકાશયાન મોકલવાની યોજના બનાવી રહ્યું છે. ચંદ્રયાન-3 મિશનની અપાર સફળતા બાદ ભારતીય અવકાશ એજન્સી સતત નવી ઊંચાઈઓ હાંસલ કરવામાં મથી રહ્યું છે. જેમાં ISROએ સૂર્ય મિશન માટે આદિત્ય એલ-1 લોન્ચ કર્યું છે અને હવે ISRO મિશન ગગનયાનમાં માનવ મિશન પર કામ કરી રહ્યું છે. જાપાને ગયા વર્ષે પણ ચંદ્ર પર લેન્ડર પણ મોકલ્યું હતું. પરંતુ તેને નિષ્ફળતા મળી હતી.

આ પણ વાચો: પાકિસ્તાનનો વળતો હુમલો, ઈરાનના અડ્ડાઓ પર બોંબમારો