January 1, 2025

રાજ્યભરમાંથી સેવકો 1 જાન્યુઆરીએ સતાધાર આવશે, પોસ્ટરો થયા સોશિયલ મીડિયામાં વાયરલ

Satadhar Temple: 1 જાન્યુઆરીએ રાજ્યભરમાંથી સેવકો સતાધાર આવશે. જેના પોસ્ટરો સુરતમાં વિવધ સ્થળ પર લાગ્યા છે. ધ્વજા રોહણના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો:BZ ગ્રુપમાં કરોડોનું રોકાણ કરાવનાર એજન્ટોના ફોટોગ્રાફ થયા વાયરલ

સુરતમાં વિવિધ સ્થળ પર લાગ્યા પોસ્ટરો
1 જાન્યુઆરીએ રાજ્યભરમાંથી સેવકો સતાધાર જવાના છે. જેની પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. રાજ્યભરમાંથી વિવિધ સમાજના લોકો સતાધાર એકઠા થશે. અંદાજીત 25 થી 30 હજારથી વધુ સેવક ગણ સતાધારમાં પહોંચશે. પોષ સુદ બીજના દિવસે ધ્વજા રોહણ કરવાનું છે. ધ્વજા રોહણ થકી શક્તિ પ્રદર્શન કરવામાં આવે તેવી શક્યતા છે. છેલ્લા ઘણા સમયથી સતાધારના વિજયબાપુને લઈને વિવાદ ચાલી રહ્યો છે.