કેશવના પર્વ પર બનાવો ‘કેસર શ્રીખંડ’, ઉપવાસ- એકટાણા નહીં તૂટે
Krishna Janmashtami 2024: મોટા ભાગના ભક્તો જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરે છે. તેમાં પણ આ વખતે શ્રાવણ મહિનાના સોમવારે જન્માષ્ટમી છે. એટલે ભોળાનાથ અને કૃષ્ણના ભક્તોનો એક જ દિવસ છે. જન્માષ્ટમી પર ગોપાલને શ્રીખંડનો ભોગ ચઢાવવામાં આવે તેને શુભ ગણવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે જન્માષ્ટમી પર કેસર શ્રીખંડ કેવી રીતે બનાવશો. આજે જે અમે તમને રીત જણાવીશું જેનાથી તમારો ઉપવાસ પણ નહીં તૂટે અને બાલ ગોપાલ પણ થઈ જશે ખુશખુશાલ.
આ પણ વાંચો: મનાવો આ ચાર જગ્યા પર કૃષ્ણ જન્મોત્સવ, મથુરાની મોજ પણ ઝાંખી પડશે
‘શ્રીખંડ’ માટેની સામગ્રી
- તાજું દહીં: 4 કપ
- કેસર
- ખાંડ: 3/4 કપ
- ઈલાયચી પાવડર: 1/2 ચમચી
- અડધી સમારેલી બદામ: 8-10
- સમારેલા પિસ્તા: 2 ચમચી
આ પણ વાંચો: આઠમ માટેની બેસ્ટ મીઠાઈ એટલે માલપુઆ, ઘરે બનાવવા આ રહી સરળ રીત
રીતઃ
- પહેલા દહીંને પાતળા મલમલના કપડામાં બાંધીને 3-4 કલાક માટે ક્યાંક લટકાવી દો
- 3થી4 કલાક તેને કપડામાં બાંધી રાખવાથી તેનાથી દહીંમાંથી બધુ જ પાણી નીકળી જશે.
- પાણી નીકળી જાય પછી તેમાં કેસર અને બાદમાં દળેલી ખાંડ અને ઈલાયચી પાવડર મિક્સ કરીને તેને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો.
- તૈયાર મિશ્રણને એક વાસણમાં રાખો અને તેને રેફ્રિજરેટરમાં ઠંડુ કરી દો
- ઠંડા કરેલા શ્રીખંડને એક બાઉલમાં કાઢી લો.
- સમારેલી બદામ અને પિસ્તા અને ઉપરથી કેસર નાંખો ગાર્નિશ કરીને સર્વ કરો.