આઠમ માટેની બેસ્ટ મીઠાઈ એટલે માલપુઆ, ઘરે બનાવવા આ રહી સરળ રીત
Janmashtami Sweets Recipes: જન્માષ્ટમીને આડે હવે માત્ર એક દિવસ જ બાકી છે. કાનાજીના વધામણા કરવા ભક્તો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ જન્માષ્ટમીના દિવસે તમે કાનાને પ્રસાદમાં શું અર્પણ કરશો તે તમે વિચારી રહ્યા હશો. તો અમે તમારા માટે આજે માલપુઆ બનાવવાની આ રેસીપી લઈને આવ્યા છીએ. આ રેસીપી તમારા માલપુઆ બનશે એકદમ ઉત્તમ. આવો જાણીએ માલપુઆની આ રીત.
સામગ્રી
એક કપ ઘઉંનો લોટ
3-4 પીસી એલચી
અડધો કપ ખાંડ
અને 3 ચમચી દૂધ
1 ટેબલસ્પૂન છીણેલું નારિયેળ
1 ચમચી ગ્રાઉન્ડ વરિયાળી
આ પણ વાંચો: મનાવો આ ચાર જગ્યા પર કૃષ્ણ જન્મોત્સવ, મથુરાની મોજ પણ ઝાંખી પડશે
પદ્ધતિ
સૌથી પહેલા દૂધમાં ખાંડ નાખીને એક કલાક ઢાંકીને રાખો. બાદમાં લોટને એક વાસણમાં ચાળી લો અને તેમાં પીસી વરિયાળી અને એલચી ઉમેરવાની રહેશે. આ પછી તમે તેમા નાળિયેર ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી દો. દૂધમાં ખાંડ ઓગળી જાય પછી ધીમે ધીમે આ મિશ્રણને લોટના મિશ્રણમાં ઉમેરો. હવે તેને મિક્સ કરો. એ ચોક્કસ ધ્યાાન રાખો કે લોટ બહુ જાડો ન હોવો જોઈએ. આ સમયે પેસ્ટ બરાબર ઓગળતી ન હોય તો થોડા ટીપાં પાણી ઉમેરી શકો છો. હવે એક કડાઈ લો અને તેમાં ઘી નાખીને ગેસ પર ગરમ કરી દો. ઘી ગરમ થઈ જાય પછી તેમાં આ લોટની પેસ્ટ લો. તેને ગોળ આકારમાં આ ઘીમાં મૂકતા જાવ. આ પુઆને તેલમાં તળી લો. માલપુઆને બંને બાજુ લાલ થાય ત્યાં સુધી તળતા રહો. આ રીતે તમામ પુઆને તળી લો. હવે તમે ખાંડની ચાસણી બનાવી લો. તો તૈયાર છે તમારા જન્માષ્ટમી પર મસ્ત માલપુઆ. હવે તેને થાળીમાં કાઢીને કાનાને ભોગ લગાવી શકો છો.