January 30, 2025

જામનગરમાં ડિજિટલ અરેસ્ટ કરી પ્રૌઢ પાસેથી 13 લાખ પડાવ્યાં

જામનગરઃ શહેરમાં ડિજિટલ અરેસ્ટ કરી 13 લાખ પડાવ્યા છે. રિલાયન્સ ટાઉનશિપમાં રહેતા કર્મચારી મેહુલભાઈ રમાકાંતભાઇ પંજીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા.

સીબીઆઈ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો હવાલો આપી તપાસના નામે પૈસા પડાવ્યા હતા. આરોપીઓએ 13 લાખ રૂપિયા ઓનલાઇન પડાવી લીધા હતા. 10 માસ પૂર્વે સતત બાર કલાક સુધી પ્રૌઢ મેહુલભાઈને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ડ્રગ્સ સબંધિત એનડીપીએસ કેસમાં આજીવન કેદની સજા સુધીની ધમકી આપી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.