કોર્પોરેટરના પતિની દાદાગીરી, એન્જિનિયરનો કાંઠલો પકડી ધમકી આપી

ફાઇલ તસવીર
સંજય વાઘેલા, જામનગરઃ શહેરની મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર સાથે દાદાગીરી કરવાની ઘટના સામે આવી છે. ત્યારે પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના કોર્પોરેટરના પતિ સિટી એન્જિનિયર સાથે દાદાગીરી કરી રહ્યા હોય તેવું જાણવા મળ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે સિટી એન્જિનિયરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી પ્રમાણે, જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરનો કાંઠલો પકડી ઈમ્પેક્ટ ફીની ફાઈલ ક્લિયર કરાવવા ધમકી આપવામાં આવી રહી હતી. તેટલું જ નહીં, મહિને 1 લાખ રૂપિયાનો હપ્તો આપવાની માંગણી કરવામાં આવી હતી. ત્યારે કોર્પોરેટરના પતિ સામે પોલીસમાં ગુનો દાખલ થતા મહાપાલિકા અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ પણ વાંચોઃ હિંદુ નામ ધારણ કરી લવજેહાદ, અનેકવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી કરી તરછોડી
આ સમગ્ર મામલે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી કોર્પોરેટરના પતિને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. તો બીજી બાજુ, ફરિયાદી ઈજનેરના સમર્થનમાં જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ આગળ આવ્યા છે અને કોર્પોરેશન કમિશનર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપ્યું હતું. તેમણે આવેદનમાં માગ કરી કે, આરોપી સામે કડક પગલાં લેવામાં આવે.