January 18, 2025

દેને કો ટુકડા ભલા લેને કો હરી નામઃ જલાબાપાના મંદિરે બનાવાયો વિશ્વનો સૌથી મોટો રોટલો

Jamnagar Jalaram Mandir: જામનગર નજીક હાપામાં જલારામ મંદિરે છેલ્લા 13 વર્ષથી રોટલાનો અન્નકુટ કરવામાં આવે છે. અનેક વિવિધ મંદિરમાં વિવિધ પ્રકારના અન્નકુટ કરવામાં આવે છે. જલારામબાપાને રોટલો પ્રિય હોય અને તેમણે દરેકને રોટલો મળી રહે તે માટે વીજપુરમાં અન્નક્ષેત્ર શરૂ કરવામા આવ્યુ હતું. 17 જાન્યુઆરીના રોજ આ અન્નક્ષેત્ર શરૂ કરવામા આવ્યુ હતું. તેથી હાપા જલારામ મંદિરે આજે રોટલાનો અન્નકુટ મુકવામા આવ્યો હતો. જેમા 111 પ્રકારના રોટલા મુકવામાં આવ્યા હતા. જેમાં એક મોટો 7બાય 7નો રોટલો બનાવ્યો હતો.

આ પણ વાંચો: આ વખતે ઉનાળાનું અમૃતફળ ખેડૂતોને કરશે આર્થિક રીતે સદ્ધર, કેરીનો મબલક મોલ તૈયાર

111 પ્રકારના રોટલા અન્નકુટમાં મુકવામાં આવ્યા
હાપામાં 2005માં 7બાય 7નો મોટો રોટલો બનાવ્યો હતો. જેને ગીનીસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. ત્યાર બાદ દર વર્ષે આ પ્રકાર મોટો રોટલો બનાવાય છે. આ વિશ્વનો સૌથી મોટો રોટલો બનાવવામા 4 બહેનોની બે કલાકનો સમય લાગે છે. આ રોટલાના દર્શન માટે દુર-દુરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ વખતે મોટા રોટલા સાથે 111 પ્રકારના રોટલાના અન્નકુટના દર્શન લોકોને થયા હતા. દરેક ધાન્યથી અલગ-અલગ રીતે બનાવેલા કુલ 111 પ્રકારના રોટલા અન્નકુટમાં મુકવામાં આવ્યા.