December 19, 2024

જામનગરના બાલા હનુમાનજી મહારાજ મંદિરમાં અખંડ રામધૂનના 61 વર્ષ

સંજય વાઘેલા, જામનગર: છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો પણ આવેલા છે. પરંતુ બાલા હનુમાનજી મહારાજનું મંદિરે જામનગરની ઓળખમાં ચાર ચાંદ લગાવ્યા છે. તે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરે ચાલતી અખંડ રામધૂન જગવિખ્યાત છે. રણમલ તળાવની પાળે આવેલ બાલા હનુમાન મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે.

બાલા હનુમાનજી મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિરે છેલ્લા 60 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. જેનો આજથી 61 માં વર્ષમાં પ્રવેશ થશે. 1 ઓગષ્ટના રોજ અખંડ રામધુન 61માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. વાવાઝોડું હોય કે કોરોના હોઈ કે પછી ભૂકંપ હોઈ બાલા હનુમાન ખાતે ચાલતી રામધૂન ક્યારેય બંધ થઈ નથી. બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂન બોલાય છે. જે સંગીતમય વાતાવરણમાં આવતા લોકોને મનની શાંતિ મળે છે.

તો, કેટલાક ભકતો નિયમિત મંદિરે અવશ્ય આવતા હોય છે. મંદિરમાં આવતા લોકોનું માનવુ છે કે અહીં આવવાથી દિવસનો થાક અને ચિંતા દુર થાય છે. દર્શન માત્રથી કે થોડી મિનીટો મંદિરમાં પ્રસાર કરવાથી પોતની વ્યથા ભુલીને રામધૂનમાં મગ્ન થાય છે. અને કલોકોનો સમય મંદિરમાં પ્રસાર કરે છે.

આ પણ વાંચો: ગંદકીનો ઢગ બનેલ રણમલ તળાવની આખરે જામનગર મહાનગરપાલિકા દ્વારા સફાઇ શરૂ