January 14, 2025

જમ્મુ કાશ્મીર: સીમા પાર આતંકી ઘુસણખોરીની ફિરાકમાં… સેનાનું સર્ચ ઓપરેશ શરૂ

Jammu kashmir: હવામાનમાં પલટો આવતાં કડકડતી ઠંડીએ જોર પકડ્યું છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર ગાઢ ધુમ્મસની આડમાં આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. ઘૂસણખોરીની આશંકા બાદ સરહદ પર હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આતંકીઓના ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે સેના દ્વારા એક મોટું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

BSF, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો, CRPFના જવાનો અને જમ્મુ પોલીસના જવાનોએ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર મોટા પાયે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે સૈનિકો સરહદ પર એલર્ટ પર છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો સરહદ પારના લોન્ચિંગ પેડમાં સેંકડો આતંકીઓ હાજર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં સરહદ પાર 18 તાલીમ શિબિર અને 37 લોન્ચિંગ પેડ સક્રિય છે.

આ પણ વાંચો: રાપરના કંથકોટ નજીક ભૂકંપનો આંચકો, 2.7ની તીવ્રતા નોંધાઈ

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ આતંકવાદીઓ નદી, નાળા અને સુરંગ દ્વારા ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિયંત્રણ રેખા પર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. ત્યાં ઘૂસણખોરીના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી આતંકવાદીઓ આંતરરાષ્ટ્રીય સરહદની ખૂબ નજીક પહોંચી ગયા છે. જેથી તે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી શકે. સેના ડ્રોનનો સહારો લઈ રહી છે જેથી કરીને સરહદની આજુબાજુના દુશ્મનો પર ચાંપતી નજર રાખવામાં આવે.