December 25, 2024

જમ્મુના પૂંછમાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખાઈમાં પડતા 5 જવાનોનાં મોત

જમ્મુઃ પુંછ જિલ્લાના મેંઢરમાં મંગળવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. સેનાનું એક વાહન ઊંડી ખાઈમાં પડી ગયું હતું. આ દુર્ઘટનામાં પાંચ સૈનિકોના મોત થયા છે, જ્યારે અનેક જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલ જવાનોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

આ દુર્ઘટના મેંઢર ઉપ-જિલ્લામાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સ્થિત બાલનોઈ વિસ્તારમાં થઈ હતી. આ ખાઈ 300 મીટરથી વધુ ઊંડી હોવાનું કહેવાય છે.