November 6, 2024

Jammu Kashmir Phase 2 Voting: સવારે 11 વાગ્યા સુધીમાં 24.10% મતદાન

Jammu Kashmir Phase 2 Voting: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા માટે આજે મતદાન ચાલી રહ્યું છે. બરાબર 7 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું હતું અને બુથની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. આજે 6 જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 26 બેઠકોમાંથી 15 બેઠકો મધ્ય કાશ્મીરની અને 11 બેઠકો જમ્મુની છે. લગભગ 25.78 લાખ મતદારો આજે 239 ચૂંટણી ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.

સવારે 11 વાગ્યા સુધીમાં 24.10% મતદાન
બડગામ- 25.53
ગાંદરબલ- 27.20
પૂંછ- 33.06
રાજૌરી- 30.04
રિયાસી- 33.39
શ્રીનગર- 11.67

તમને જણાવી દઈએ કે પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે થયું હતું અને 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો પર 61.38% મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન કિશ્તવાડમાં 80.20% અને સૌથી ઓછું પુલવામામાં 46.99% હતું. આજે બીજા તબક્કાના મતદાનની લાઈવ અપડેટ જોવા માટે તમે ન્યૂઝ કેપિટલ ગુજરાત સાથે જોડાયેલા રહો…