December 19, 2024

જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.9

જમ્મુ-કાશ્મીરઃ બારામુલ્લામાં વહેલી સવારે લોકોએ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવ્યા હતા. સિસ્મોલોજી સેન્ટર અનુસાર, બારામુલ્લામાં બે વાર ભૂકંપ આવ્યો છે. તેમાંથી પહેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 હતી. તો બીજા ભૂકંપની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી.


જમ્મુ કાશ્મીરના બારામુલ્લા સહિત પૂંછ, શ્રીનગર અને કાશ્મીરના ખીણ વિસ્તારમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. આ વીડિયો પરથી ભૂકંપની ભયાનકતા જોઈ શકાય છે. પરંતુ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ સમાચાર સામે આવ્યા નથી.

 

ધરતીકંપ શા માટે થાય છે?
પૃથ્વીની અંદર 7 પ્લેટો છે જે સતત ફરતી રહે છે. આ પ્લેટો જ્યાં એકબીજાને જોઇન્ટ થાય છે, તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. આ ફોલ્ટ લાઇન પર વારંવાર પ્લેટ એકબીજાને અથડાય તો તેમના ખૂણા વળી જાય છે અને તે જગ્યાએ દબાણ વધે છે. ત્યારબાદ સતત દબાણને કારણે ક્યારેક પ્લેટ તૂટી જાય છે અને તેમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધે છે. તે ઉર્જાને કારણે ભૂકંપ આવે છે.

ભૂકંપનું કેન્દ્ર અને તીવ્રતા ક્યાંથી જાણી શકાય?
ભૂકંપનું કેન્દ્ર તેને કહેવાય છે કે જ્યાં બરાબર નીચે પ્લેટ અથડાય છે અને તેના કારણે ભૂગર્ભીય ઉર્જા નીકળે છે. આ જગ્યાએ ભૂકંપનું કંપન વધુ થાય છે. કંપનના તરંગો જેમ જેમ દૂર થાય છે, તેમ તેમ તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે. તે છતાં જો રિક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુ તીવ્રતા હોય છે તો 40 સ્કેવર ફૂટ વિસ્તારમાં સૌથી વધુ ઝટકો અનુભવાય છે. પરંતુ તે આ વાત પર પણ આધાર રાખે છે કે, વારંવાર ભૂકંપના કેટલા આંચકા આવે છે.

કેવી રીતે મપાય છે ભૂકંપની તીવ્રતા?
ભૂકંપનો આંચકો માપવા માટે રિક્ટર સ્કેલ વપરાય છે. આ રિક્ટર સ્કેલ મેગ્નિટ્યૂડ ટેસ્ટ સ્કેલ કહેવામાં આવે છએ. રિક્ટર સ્કેલ પર ભૂકંપને 1થી 9ના આધારે માપવામાં આવે છે. ભૂકંપને તેના કેન્દ્ર એટલે કે એપિસેન્ટરથી માપવામાં આવે છે. ભૂકંપ દરમિયાન ધરતીમાંથી ઉર્જા નીકળે છે, તેની તીવ્રતાને આધારે માપવામાં આવે છે. આ તીવ્રતાથી ભૂકંપના ઝટકાની ભયાનકતાનો અંદાજો લગાવી શકાય છે.