જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ 7 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા

India Pakistan War News Live: જમ્મુ અને કાશ્મીરના સાંબાથી આ સમયે મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં BSF એ 7 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હોવાનું સામે આવ્યું છે. બીએસએફ દ્વારા આ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન તણાવની અસર IPL પર જોવા મળી, IPL 2025 સ્થગિત
7 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા
જમ્મુ અને કાશ્મીરના સાંબામાં આતંકવાદી ઘૂસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ કરવામાં આવ્યો છે. BSFએ 7 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હોવાની માહિતી મળી રહી છે. ગઈકાલે પાકિસ્તાને ભારતના ઘણા સરહદી વિસ્તારનો પર ડ્રોન હુમલો કર્યો હતો. જેનો જવાબ ભારતે જોરદાર રીતે આપ્યો હતો. ઘૂસણખોરીના આ પ્રયાસને પાકિસ્તાન રેન્જર્સ તરફથી ધાંધર પોસ્ટ પર ગોળીબાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. સતર્ક બીએસએફ જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ઓછામાં ઓછા 7 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.