January 9, 2025

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણની એક ઘટના સામે આવી છે. માહિતી અનુસાર આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ બાતમીના આધારે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે માર્ગી, લોલાબ, કુપવાડાના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. આ દરમિયાન આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો અને ગોળીબાર શરૂ થયો. હાલ ઓપરેશન ચાલુ છે.

બાંદીપોરામાં પણ સંયુક્ત ઓપરેશન ચાલુ
તમને જણાવી દઈએ કે બાંદીપોરામાં પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી એક આતંકી માર્યો ગયો છે. સેનાએ બુધવારે આ જાણકારી આપી. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. અગાઉ મંગળવારે બાંદીપોરામાં એન્કાઉન્ટર બાદ ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું.

3 નવેમ્બરે રવિવારના બજારમાં ગ્રેનેડ હુમલો થયો હતો.
નોંધનીય છે કે આ પહેલા 3જી નવેમ્બરે પણ શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલો TRC ઓફિસ પાસે રવિવાર બજારમાં થયો હતો. રવિવારના બજારમાં હાજર ઘણા લોકો બ્લાસ્ટની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં 10 લોકો ઘાયલ થયાના સમાચાર છે. એક દિવસ પહેલા પણ ખાનયારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો.

આ પણ વાંચો: ધુમ્મસથી દિલ્હીની હાલત ખરાબ, અનેક જગ્યાએ AQI 400ને પાર