December 19, 2024

Anant Radhika Wedding: અંબાણી પરિવારની ખુશીની ક્ષણો કેમેરામાં કેદ

જામનગર: અનંત અને રાધિકા મર્ચેંટના પ્રી-વેડીંગ ફંક્શનના બીજા દિવસનો કાર્યક્રમ શરૂ થઇ ગયો છે. અંબાણી પરિવારના સભ્યોની નવી તસવીરો પણ સામે આવી રહી છે. જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, રાધિકા મર્ચેંટ અને અનંત અંબાણી ખુબ જ શાનદાર અંદાજમાં નજર આવી રહ્યા છે.

પ્રી-વેડીંગ ફંક્શનના બીજા દિવસના કાર્યક્રમ પહેલા અંબાણી પરિવારે એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જેની તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ તસવીરોમાં મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે નજર આવી રહ્યા છે, સાથે જ પિતા મુકેશ અંબાણી પુત્ર અનંત અંબાણીને વ્હાલ કરતા પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન નિતા અંબાણીએ પણ પોતાના પુત્ર અનંત અને થનારી પુત્રવધુ રાધિકા મર્ચેંટને આશિર્વાદ આપ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, હાલમાં જામનગર ખાતે બોલિવુડનો જમાવડો છે અને દેશ-વિદેશના નામાંકિત બિઝનેસમેન્સ પણ ત્યાં હાજર છે. અનંત-રાધિકાનું પ્રી-વેડીંગ ફંક્શન હજુ બે દિવસ ચાલશે. જે બાદ તેમના લગ્ન મુંબઇ ખાતે યોજાશે.