November 23, 2024

પંજાબમાં AAPને મોટો ફટકો: સાંસદ સુશીલ રિંકુ ભાજપમાં જોડાયા

Punjab Lok Sabha Elections 2024: પંજાબમાં આમ આદમી પાર્ટીને વધુ એક આંચકો લાગ્યો છે. પાર્ટીના એકમાત્ર સાંસદ સુશીલ કુમાર રિંકુ ભાજપમાં જોડાયા છે. નોંધનીય છે કે, પાર્ટીએ જલંધરથી રિંકુને ટિકિટ આપી હતી. સુશીલ કુમારની સાથે જલંધર પશ્ચિમના AAP ધારાસભ્ય શીતલ અંગુરાલ પણ ભાજપમાં જોડાયા છે. આ પહેલા શીતલ અંગુરાલે AAP પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આ બંને નેતાઓના ભાજપમાં જોડાવાની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ તે સમયે સાંસદ રિકુને સ્પષ્ટતા કરી હતી કે તેમની વફાદારી હંમેશા આમ આદમી પાર્ટી સાથે રહેશે અને તેઓ ક્યાંય જવાના નથી. એ જ રીતે અંગુરાલે પણ સોશિયલ મીડિયા પર લાઈવ કહ્યું હતું કે આ બધી વાતો પાયાવિહોણી છે.

રિંકુ ગયા વર્ષે જલંધર પેટાચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા.સુશીલ કુમાર લોકસભામાં AAPના એકમાત્ર સાંસદ છે. સુશીલ કુમાર રિંકુ અગાઉ કોંગ્રેસમાં હતા ત્યારબાદ તેઓ 27 એપ્રિલ, 2023ના રોજ AAPમાં જોડાયા હતા અને એક દિવસ પછી તેમને જલંધર સંસદીય મતવિસ્તારમાંથી AAP ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સાથે વિકાસ, આતંકવાદનો નાશ થઈ રહ્યો છેઃ અમિત શાહ

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપમાં જોડાયા બાદ રિંકુ હવે ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. જલંધર બીજેપીએ આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ રાજકીય દુશ્મનાવટના કારણે સાંસદ સુશીલ રિંકુ અને ધારાસભ્ય શીતલ અંગુરાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવાની વીડિયોગ્રાફી અને ગેરકાયદેસર કાર્યવાહી કરવા બદલ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.