December 24, 2024

જેસલમેરમાં આર્મીનું એરક્રાફ્ટ ક્રેશ, યુદ્ધાભ્યાસ માટે આવ્યું હોવાની ચર્ચા

jaisalmer army helicopter crash

જેસલમેરમાં હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે.

જેસલમેરઃ શહેરમાં આર્મીનું એરક્રાફ્ટ ક્રેશ થયું છે. આ સમગ્ર ઘટના જવાહર કોલોનીની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યુદ્ધાભ્યાસ દરમિયાન ભીલ હોસ્ટેલ પાસે પ્લેન ક્રેશ થયાનો વીડિયો સામે આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પોખરણમાં છે.

આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પાયલોટે સમયસર પોતાને રેસ્ક્યૂ કરી લીધો હતો. ક્રેશ થનારું ભારતીય સેનાનું એરક્રાફ્ટ LCA એટલે કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ હતું. એરક્રાફ્ટ દુર્ઘટના વખતે ઓપરેશનલ ટ્રેનિંગ પર હતું. દુર્ઘટના બાદ સેનાએ આ મામલે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો ઓર્ડર આપ્યો છે.

તેલંગાણામાં પણ બની હતી આવી ઘટના
ડિસેમ્બર 2023માં તેલંગાણામાં એરફોર્સનું ટ્રેઇની પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલટની મોત થઈ ગઈ હતી. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે પ્લેનમાં આગ લાગી ગઈ હતી. ઘટનાસ્થળેથી વીડિયો સામે આવ્યો હતો. તેમાં જોઈ શકાતું હતું કે પ્લેનમાં ભીષણ આગ લાગી હતી.