January 7, 2025

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ICCની ગાદી પર જય ‘શાહ’, આજથી સંભાળશે પદ

Jay Shah: જય શાહ આજથી ICCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. જય શાહ 27 ઓગસ્ટ 2024ના ICCના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. જય શાહ બિનહરીફ ICC અધ્યક્ષ બન્યા હતા. અત્યાર સુધી જય શાહ બીસીસીઆઈના સેક્રેટરી તરીકે કામ કરતા હતા. જય શાહે 2019માં BCCI સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો: મેદાન પર જોવા મળી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની જુગલબંધી, વીડિયો આવ્યો સામે

જય શાહ ICCના સૌથી યુવા પ્રમુખ બન્યા
તમને જણાવી દઈએ કે જય શાહ ICC ઈતિહાસમાં સૌથી યુવા અધ્યક્ષ તરીકે ચૂંટાયને આવ્યા હતા. નાની ઉંમરમાં તેણે ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. હવે તે વૈશ્વિક ક્રિકેટને ચલાવવાની જવાબદારી સંભાળવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે. તમને જણાવી દઈએ કે ICCના અધ્યક્ષ બનનાર પ્રથમ નહીં પરંતુ પાંચમા ભારતીય છે. આ પદ સંભાળનાર પ્રથમ વ્યક્તિ જગનમોહન દાલમિયા હતા. શાદર પવાર ICCમાં પહોંચનાર બીજા ભારતીય હતા. ત્રીજા સ્થાને ઉદ્યોગપતિ એન શ્રીનિવાસન હતા. શશાંક મનોહર ICCના અધ્યક્ષ બનનાર ચોથા ભારતીય હતા. હવે જય શાહ આ પદ સંભાળનાર પાંચમા ભારતીય બનશે.