July 2, 2024

જય શાહે સૂર્યાને ખાસ મેડલ આપ્યો, કોચે જણાવી પ્રેક્ટિસ સમયની વાત

Suryakumar Yadav Catch:  ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો જીતનો તાજ પોતાના નામે કર્યો છે. ટીમ ઈન્ડિયાએ 176 રન બનાવ્યા હતા. બીજી બાજૂ દક્ષિણ આફ્રિકાની ટીમ 169 રનમાં આઉટ થઈ ગઈ હતી. સૂર્યકુમાર યાદવે છેલ્લી ઓવરમાં શાનદાર કેચ ઝડપ્યો હતો. સૂર્યકુમારના આ કેચને લઈને તેમના કોચે મોટી વાત કહી છે.

શાહે મેડલ આપ્યો હતો
દક્ષિણ આફ્રિકાને મેચ જીતવા માટે 16 રનની જરૂર હતી. એ પછી હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમ માટે બોલિંગની જવાબદારી સંભાળી હતી. ડેવિડ મિલરે પહેલા જ બોલ પર એરિયલ સ્ટ્રોક રમ્યો હતો. આ સમયે એવું લાગતું હતું કે એવું લાગતું હતું કે બોલ બાઉન્ડ્રી લાઇનને પાર કરી જશે. પરંતુ સૂર્યકુમાર યાદવે હવામાં એવો કેચ પકડ્યો કે દરેક લોકો આશ્ચર્યજનક થઈ ગયા હતા. આ વિકેટ ભારત માટે ઘણી મહત્વની રહી હતી. જો એવું ના થયું હોત તો કદાચ ટીમ ઈન્ડિયાની જીતભી સંભવ ના હતી. આ કેચ માટે BCCI સેક્રેટરી જય શાહે ડ્રેસિંગ રૂમમાં સૂર્યાને બેસ્ટ ફિલ્ડર મેડલ આપ્યો હતો.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાએ ફાઇનલ મેચ જીતી તેની 5 મહત્વપૂર્ણ ક્ષણો

કોચે કહી આ વાત
સૂર્યકુમાર યાદવના કોચ અશોકે કહ્યું કે અમારું ફિલ્ડિંગ સત્ર ખૂબ જ અઘરું હતું. કેચિંગ સેશન દરમિયાન તે સતત 25 કેચ પકડવાની પ્રેક્ટિસ કરતો હતો. જો એક કેચ પણ ચૂકી જાય તો તેણે ફરીથી 25 કેચ લેવા પડ્યા. વધુમાં કહ્યું કે જ્યારે ટીમ ઈન્ડિયામાં જ્યારે સિલેક્શન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે સૂર્યાનું નામ ક્યાંય દેખાઈ રહ્યું ન હતું. સૂર્યા ભારત માટે રમવા માંગતો હતો પરંતુ આજે તેની પાસે વર્લ્ડ કપની ટ્રોફી છે.